એસઓજી ટીમે સવા કિલો ગાંજા સાથે ઝડપી લીધો : અન્ય એકનું નામ ખુલ્યુંમોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક એક કોમ્પ્લેક્સના દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસ ટીમે દરોડો પાડી વાંકાનેરના લક્ષ્મીપરામા રહેતા શખ્સને સવા કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં ગાંજાના સપ્લાયરનું નામ પણ સામે આવતા હાલમાં પોલીસે બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક એક કોમ્પ્લેક્સમા ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ગતરાત્રીના દરોડો પાડી આરોપી અકિલ ઉર્ફે અલ્ફેજ અલીમામદ માણેકીયા રહે.લક્ષ્મીપરા, વાંકાનેર વાળાને ઝડપી લઈ દુકાનમાં રાખેલી સેટીમા છુપાવેલ 1.267કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 12,670 કબ્જે કરી આરોપીનો આઈફોન મોબાઈલ, વજનકાટો તેમજ રોકડા રૂપિયા 2100 સહિત કુલ રૂપિયા 30,070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુમાં આરોપીની પૂછતાછમાં ગાંજાનો આ જથ્થો વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા જુનેદ માંડલિયા પાસેથી વેચાણ કરવા માટે ખરીદ્યો હોવાનું કબુલતા પોલીસે જુનેદને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી ભાડાની દુકાનના ગાંજો વેચતો હતો અને આ દુકાનમાં કાયદેસરનું વીજ જોડાણ પણ ન હોય લંગરિયા નાખી વીજ ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે.