મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ સરા ચોકડી નજીક ગાડીને આંતરીને પકડી લીધીહળવદ : હળવદ શહેરની સરા ચોકડી નજીકથી કતલખાને ધકાઈ રહેલા 21 પાડાઓને મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી લીધા છે.કાર્યકર્તાઓ દ્વારા આઇસર ટેમ્પો અને ચાલક સહિત બે લોકોને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે દસેક વાગ્યાની આસપાસ શહેરની સરા ચોકડી નજીક કચ્છ તરફથી આવતાં આઇસર ટેમ્પો ને મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા અટકાવી ટેમ્પામાં બાંધેલી તાલપત્રી હટાવતા તેમાં 21 જીવતા પાડા ભર્યા હોવાનું સામે આવ્યું હતું.જેથી ટેમ્પો ચાલક અને તેની સાથે રહેલ એક શખ્સને પોલીસને સોંપવામાં આવ્યા છે.જ્યારે પાડાઓને પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. બિજીતરફ આ ઘટનામાં આરોપીઓ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ 21 પાડા કચ્છના નખત્રાણા થી ભરી અમદાવાદ કતલખાને લઈ જવાતા હતા સાથે જ ટેમ્પોની આગળ ઇમરાન દૂધવાલા નામનો કસાઈ પાઇલોટિંગ આપતો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. આ કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કમલેશભાઈ રૂઝા, વૈભવભાઈ પટેલ,અનુપસિંહ ઝાલા, ઝાલાભાઇ મેવાડા,નિખીલભાઈ ચુડાસમા,રાજુભાઈ પટેલ, મનસુખભાઈ ભીલ,સુરેશભાઈ ગમારા સહિતના જીવદયા પ્રેમીઓ જોડાયા હતા.