યદુનંદન ગૌશાળા સમિતિના નામે છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીની સુપ્રસિદ્ધ સેવાભાવી સંસ્થામા ફાળો આપી લક્કી ડ્રોમા વિજેતા થયાના નામે મોરબીના યુવાનને ઇનામમાં હીરો સ્પ્લેન્ડર બાઈક લાગ્યું હોવાનું જણાવી જીએસટી તેમજ વીમાના પૈસાના નામે 17,944ની છેતરપીંડી આચરવામાં આવતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટીંબડી પાસે રહેતા ઝલકભાઈ પરસોત્તમભાઈ રાખોલિયા ઉ.26 નામના યુવાનના ફેસબુક પેઈજ ઉપર યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લક્કી ઈનામી ડ્રોની જાહેરાત આવતા જાહેરાતમાં દર્શાવેલ ફોન ઉપર સંપર્ક કરી ટીકીટ લેતા મોબાઈલ નંબર 9672461936 ઉપરથી તમને હીરો સ્પ્લેન્ડર ઇનામમાં લાગ્યું હોવાનું કહી બાઈકના વીમાના તેમજ જીએસટીના રૂ.17,944 ભરવાનું જણાવતા યુપીઆઈ મારફતે પૈસા ભર્યા હતા. જો કે, આ બાબતે મોરબી યદુનંદન ગૌશાળામાં સંપર્ક કરતા આવી કોઈ ઈનામી ડ્રો ચાલતો ન હોવાનું જણાવતા યુવાન છતરાયો હોવાનું જણાવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિના સમયે મોરબીની સેવાભાવી સંસ્થા યદુનંદન ગૌ શાળા સમિતિના નામે ગઠિયાએ દાનના નામે લક્કી ડ્રો યોજવાની જાહેરાત કર્યા બાદ ગૌશાળા સંચાલકે આવો કોઈ લક્કી ડ્રો કે ઈનામી યોજના જાહેર કરી ન હોવાનું જાહેર કર્યું હોવા છતાં મોરબીનો યુવાન છેતરાયો હોવાનું સામે આવ્યું છે.