તાલુકા પોલીસ મથક નજીકથી જ અજાણ્યો તસ્કર 200 મીટર કેબલ કાપી ગયોમોરબી : ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે તેવા સમયે જ મોરબી શહેરમાં ભારતીય સેનાના કોમ્યુનિકેશ માટેના નેટવર્ક કેબલ તેમજ કેબલમાં લાગેલ જોઈન્ટ ક્લોઝર સહિત 16 હજારના મુદામાલની ચોરી થઈ જતા સેનાના નાયક દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ભારતીય સેના માટે ઓડિયો - વીડિયો કોલિંગ તેમજ સંપર્ક માટે ખાસ કેબલ બિછાવવામાં આવેલ જેનું નેટવર્ક સિંગલ રેજીમેન્ટ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન તા.12ના રોજ કોમ્યુનિકેશનમાં સમસ્યા સર્જાતા તપાસ કરવામાં આવ્યા મોરબીના નવા બની રહેલા ઓવરબ્રિજ નીચે તાલુકા પોલીસ મથક નજીકથી ભારતીય સેનાના કોમ્યુનિકેશ કેબલ તેમજ જોઈન્ટ ક્લોઝર કોઈ તસ્કર ચોરી ગયો હોવાનું સામે આવતા 200 મીટર કિંમત રૂપિયા 14 હજાર તેમજ જોઈન્ટ ક્લોઝર કિંમત રૂપિયા 2000ની ચોરી થતા ઘટના અંગે નેટવર્ક સિંગલ રેજીમેન્ટના નાયક અરવિંદસિંહ કરણસિંગ લોધીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.