તાકીદે કામગીરી કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાની માંગમોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રોડ, ભૂગર્ભ ગટર અને પાણીના પ્રશ્ને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી તાકીદે કામગીરી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.મહેન્દ્રનગર મીલી પાર્ક શેરી નં-૭ થી મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમ સુધી ભુર્ગભ ગટર હતી પરંતુ મહેદ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી નવા રોડના કામ કરવાથી ત્યા જે ભુર્ગભ ગટર હતી. જે કાઢી નાખેલ છે જેના કારણો ગટરનું ગંદુ પાણી રોડની બહાર આવે છે અને ખુબજ ગંદકી થાય જેથી આ રસ્તા પર તાત્કાલીક ભુર્ગભ ગટરનુ કામ કરવામાં આવે.મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવવામાં આવેલ છે તે સોસાયટી અંદાજે ત્રણ ફુટ ઉચો છે જેથી વરસાદી પાણીનો નિકાલ સંદતર બંધ થયેલ છે જેના કારણેથી વરસાદનુ પાણી નજીકની સોસાયટીમાં વરસાદનુ સોસાયટીમાં આવી જાય છે અને નુકસાની તો થાય જ છે પરંતુ સોસાયટીમાં અંદર આવવા જવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે જેથી વરસાદી પાણીનો નિકાલ થાય તે બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે.મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવાથી પાણીને લાઇનો તુટી ગયેલ છે જેના કારણે લાઇનમાં આવતુ પાણી ગંદુ અને દુર્ગંધ વાળુ આવે છે અને તે પણ અનીયમીત છે તો પાણીની લાઇન રીપેરીંગ કરવા અને પાણી સમયસર અને સારૂ મળે તે બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ છે.