મોરબી : ગઈકાલે જ ધોરણ 10 અને 12નું CBSE બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કરીને ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.મોરબીના દક્ષ ચેતનભાઈ મોરીએ જવાબર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરીને ધોરણ 10 CBSE બોર્ડમાં 95.2 ટકા સાથે A1 ગ્રેડ મેળવીને ગૌરવ વધાર્યું છે.આ તરફ ધોરણ 12 CBSE બોર્ડની પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં ટંકારાના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી અને હાલ પડધરી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ગૌતમભાઇ ભીમાણીના પુત્ર નિરવ ગૌતમભાઈ ભીમાણીએ સાયન્સના વિષયોમાં નાલંદા વિદ્યાલયમાં પ્રથમ નંબર તેમજ સમગ્ર મોરબી જિલ્લામાં (1 માર્કના તફાવતથી) બીજો નંબર મેળવ્યો છે. નિરવે સાયન્સના વિષયોમાં 300 માંથી 289 માર્ક્સ સાથે 96.33% તેમજ બધા વિષયો મળી કુલ 500 માંથી 470 માર્કસ સાથે 94.00% મેળવ્યા છે.