મોરબી : મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફિસ રોડ ઉપર એલઇ ગ્રાઉન્ડની સામે આજે રાત્રીના સમયે એક સેન્ટ્રો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સેન્ટ્રો કાર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાતા વીજપોલના બે કટકા થઈ ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.