છેલ્લા એક અઠવાડિયાથી આ સમસ્યા : જીસ્વાનની કનેક્ટિવિટી ડાઉન થતા અરજદારોને પરેશાની મોરબી : મોરબી તાલુકાના ઇ-ધરા કેન્દ્રમાં નબળી કનેક્ટિવિટીના કારણે કામગીરી ધીમી પડી હોય, દૂરના ગામોથી આવતા અરજદારોને છેલ્લા ઘણા દિવસોથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં કાર્યરત ઇ-ધરા કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી જીસ્વાન કનેક્ટિવિટી ડાઉન થવાના કારણે 7/12 અને 8 અ સહિતના કાગળો કાઢવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અહીં ગ્રામ્ય પંથકમાંથી દરરોજ અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે જેને કારણે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. આ પ્રશ્નનો તાકીદે નિકાલ આવે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે.