ટંકારા : મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના તોરણ ફળિયા વિસ્તારમાં રહેતા અને હાલમાં ટંકારા તાલુકાના છતર ગામની સીમમાં ગોવર્ધનભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા દિપુભાઈ મંગળાભાઈ પરમાર ઉ.37 નામના યુવાન બીમાર હોય તેમના પત્ની સારવાર માટે ટંકારા ખાતે લઈ આવતા હતા ત્યારે રસ્તામાં બેભાન થઈ જતા ટંકારા સરકારી હોસ્પિટલન તબીબે દીપભાઈને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.