મૃતકના પુત્રએ રાજસ્થાની ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમોરબી : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર બે દિવસ પૂર્વે પોલીસ હેડ કવાટર્સમા ફરજ બજાવી એક્ટિવા લઈ પરત ઘેર જઈ રહેલા પીએસઆઇને ટ્રક ચાલકે હડફેટે લઈ કચડી નાખતા આ બનાવમાં મૃતકના પુત્રએ રાજસ્થાની ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી નાસી ગયેલા ટ્રક ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.12ના રોજ મોરબી પોલીસ હેડ કવાટર્સ ખાતેથી ફરજ પૂર્ણ કરી પોતાનું એક્ટિવા લઈ ઘેર જઈ રહેલા પીએસઆઇ બી.આર.જાડેજાને જાંબુડિયા ઓવરબ્રિજ ઉપર આરજે - 07 - જીડી - 1215 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ માથાના તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી નાસી જતા પોલીસે ગાળા ગામ નજીકથી ટ્રકને બિનવારસુ હાલતમા કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર મિતરાજસિંહ જાડેજાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.