તસ્કરો 290 કિલોગ્રામ કોપર ધાતુની ચોરી કરી પવનચક્કીમાં નુક્શાની કર્યાની ફરિયાદવાંકાનેર : વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં ભંગડાના તળાવ નજીક આવેલ પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો 290 કિલોગ્રામ કોપર ચોરી જવાની સાથે પવનચક્કીને નુકશાન પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા અને આઈનોકસ પવનચક્કી કંપનીમાં નોકરી કરતા યાકુબભાઈ મહમદભાઈ શેરસિયાએ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9ના રોજ ભંગડા તળાવ પાસે આવેલ પવનચક્કીનો ગેઇટ તોડી તસ્કરો કોપરના બસ બાર, કોપર અર્થીગ કેબલ, આઇસોલેટર હેન્ડલ સહિત 290 કિલો કોપર કિંમત રૂ.65000ની ચોરી કરી પવનચક્કીની પેનલમાં 5000નું નુકસાન કરતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.