દેશના સાર્વભૌમત્વને જોખમમાં મૂકી સૌનિકોનો જુસ્સો તોડવા બદલ ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધાયોમોરબી : હાલમાં ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્વ સંબંધો ચાલી રહ્યા છે ત્યારે મોરબીમાં ફેસબુક ઉપર ભડકાઉ પોસ્ટ મૂકી દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા જોખમમાં મૂકી વડાપ્રધાનનું હાસ્યાસ્પદ ચિત્ર રજૂ કરતી પોસ્ટ મૂકી નાગરિકોમાં ગભરાટ પેદા થાય તેવું કૃત્ય કરી ફેસબુક યુઝરે પોસ્ટ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમા પીએસઆઇ જાતે ફરિયાદી બની આ ફેસબુક એકાઉન્ટ ધારક વિરુદ્ધ ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમા ઘુસી ઓપરેશન સિંદૂર હાથ ધરી અનેક આતંકી ઠેકાણા નેસ્ત નાબૂદ કરી નાખતા પાકિસ્તાન તરફથી ડ્રોન એટેક અને મિસાઈલ વડે હુમલા કરાયા હતા. જો કે, ભારતીય સેનાએ પાકને જડબાતોડ જવાબ આપ્યો હોવા છતાં દેશના વડાપ્રધાનનું હાસ્યાસ્પદ ચિત્ર રજૂ કરી મોરબીના ફેસબુક યુઝર જુમાભાઈ સુમરા નામના આઈડી ઉપરથી જાણી જોઈને ઈરાદાપૂર્વક સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકી દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા જોખમમાં મૂકી સૈનિકોનો જુસ્સો તોડવા તેમજ નાગરિકોનું મનોબળ તૂટે તેવી ગેરમાર્ગે દોરતી પોસ્ટ મૂકી વાયરલ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે જુમાભાઈ સુમરા નામની ફેસબુક આઈડી ધરાવતા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે પડોશી દેશ સાથે ચાલતા તણાવ વચ્ચે પોલીસતંત્ર એલર્ટ છે અને સોશિયલ મીડિયા ઉપર બારીકાઈથી નજર રાખવાના આવી રહી છે ત્યારે આવી દેશ વિરોધી અને ભડકાઉ પોસ્ટ ધ્યાનમાં આવતા જ મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એચ.ભટ્ટ જાતે ફરિયાદી બની આ ગંભીર બાબતે ફેસબુક યુઝર વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ 353(2) તેમજ 197(1)(ડી)મુજબ ગુન્હો રજીસ્ટર્ડ કરી ભડકાઉ પોસ્ટ મુકનાર શખ્સને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.શુ છે બીએનએસ કાયદાની કલમ 197(1)(ડી)ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 197(1)(d), ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા અથવા સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અથવા ભ્રામક માહિતી બનાવવા અથવા પ્રકાશિત કરવાના ગુન્હામાં લગાવવામાં આવે છે જેમાં ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંનેની સજા છે. જો કોઈ પૂજા સ્થળ અથવા ધાર્મિક વિધિ દરમિયાન ગુનો કરવામાં આવે તો પાંચ વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.