માર્ગ અને મકાન વિભાગે 30ની બદલે 80ની સ્પીડ લિમિટનું બોર્ડ લગાવ્યાની ભૂલ સ્વીકારીમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી રામધન આશ્રમ વચ્ચેના રોડ ઉપર ભૂલથી 80ની સ્પીડ લિમિટવાળું સાઈન બોર્ડ લગાવાયુ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહેન્દ્રનગર ચોકડીથી રામધન આશ્રમ વચ્ચેના રોડ ટ્રાફિક વાળો અને સિટી વિસ્તારનો રોડ હોય છતાં અહીં સ્પીડ લિમિટ 80 હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશભાઈ આદ્રોજાને પૂછતાં તેઓએ જણાવ્યું કે અહીં 30ની સ્પીડ લિમિટનું બોર્ડ લગાવવાને બદલે 80નું બોર્ડ લાગી ગયું છે. તેને ટૂંક સમયમાં બદલાવી નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભૂલ ભરેલું બોર્ડ એક જાગૃત નાગરિકની નજરે ચડતા તેને ફોટો વાયરલ કર્યો છે. પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે તમામ સ્પીડ લિમિટના બોર્ડ માત્ર કહેવા પૂરતા છે તેનું પાલન કરવામાં આવતું નથી.