મોરબી : પંચશીલ ફાઉન્ડેશન દ્વારા આગામી તારીખ 18 મેના રોજ સમૂહ લગ્નની સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ મોરબીના ભડીયાદ રોડ પર આવેલા પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે. તો આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ રક્તદાન કરવા સૌને અપીલ કરવામાં આવી છે.