મોરબી : મોરબીમાં મણીમંદિર પાસે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સવારે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ટીડીઓ, તલાટી મંત્રીઓ, તાલુકા પંચાયત સ્ટાફ અને સરપંચોએ મોટી સંખ્યામાં રક્તદાન કરતા 100થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું હોવાનું તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયું છે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ IAS , ૬૬-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તથા ઉપપ્રમુખ, ચેરમેન તથા અન્ય સદસ્યોશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી પી.એસ.ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા