વાંકાનેર : વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર પટેલ સમાજની વાડી સામે પગપાળા જઈ રહેલા શહેબાઝ મહેબૂબભાઈ બુખારી ઉ.28 રહે.વાંકાનેર મિલ પ્લોટ વાળાને જીજે -36 - એફ - 3796 નંબરના ઇકો કારના ચાલકે હડફેટે લઈ કમરના ભાગે ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.