મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 14 મે ને બુધવારના રોજ ઘઉં, મગફળી, જીરું, ધાણા, સુવાદાણા, તુવેર, ચણા, એરંડા અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 1037 ક્વિન્ટલ એટલે કે 5185 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 529 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 184 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4340 રૂપિયા સુધી બોલાયા છે. મગફળીના 1030, ધાણાના 1217, સુવાદાણાના 1735, તુવેરના 1371, ચણાના 1068, એરંડાના 1190 અને રાયડાના 1029 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1100 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 320 રૂપિયા, કોબીજના 160 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2000 રૂપિયા, દુધીના 320 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.