એક બેડા પાણી માટે મહિલાઓને દર-દર ભટકવું પડી રહ્યું છેમોરબી : મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાની કામગીરીને પગલે હાલમાં ઓછું પાણી મળી રહ્યું હોય મહાનગર પાલિકાએ આડકતરો પાણી કપ મૂકી દેતા શહેરના વિસીપરા, પંચાસર રોડ, મદીના સોસાયટી સહિતના વિસ્તારમાં એક બેડા પાણી માટે મહિલાઓને દર-દર ભટકવું પડી રહ્યું છે.મદીના સોસાયટીના રોશનબેન નામના મહિલા જણાવે છે કે, છેલ્લા 15થી 20 દિવસથી પાણી નથી આવતું.કાળઝાળ ઉનાળામાં પાણી વગર કેમ ચલાવવું ? તેવા સવાલ ઉઠાવી રોશનબેન કહે છે કે, સવારથી એક બેડા પાણી માટે કુવામાંથી પાણી સિંચી રહ્યા છીએ અને ક્યાંય સાર્વજનિક બોરમાં પાણી મળે તો ત્યાં લાઈનો લગાવીએ છીએ. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી પાણી ન આવતું હોવાથી કપડાં ધોવા માટે સગા સંબંધીના ઘેર જાવું પડે છે અને રોજ પીવાના અને વાપરવાના પાણી પાણી માટે કોઈના ઘેર બોર હોય તો ત્યાંથી પાણી મેળવી છીએ, હાલના સંજોગોમાં નાના-બાળકોવાળા મહિલાઓની સ્થિતિ દયનિય બની હોવાનું પણ તેમને રોષભેર જણાવ્યું હતું.