મોરબી : મોરબીમાં કાલે તા.૧૪ના બપોરના -૧૨:૦૦ કલાકથી તા.૧૫ના સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તા.૧૫ અને તા.૧૬ના રોજ પણ પાણી વિતરણ અનિયમિત થશે તેવું મહાપાલિકાએ જણાવ્યું છે.મોરબી મહાનગરપાલિકા ધ્વારા મચ્છુ-૨ ડેમ હેડ વર્કસ ખાતે ૨૫૦ HPના નવા બે પંપ ઇન્સ્ટોલ કરેલ છે. જેનું કનેક્શન GWSSBની ચાલુ લાઈનમાં Shut-Down લઈને કરવાનું થાય છે. આ કામગીરી તા.૧૪/૦૫/૨૦૨૫ના રોજ સવારના ૦૮:૦૦ કલાક થી રાત્રીના ૦૮:૦૦ કલાક દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમ્યાન મચ્છુ-૨ માંથી પાણી ન ઉપાડી શકવાના કારણે સમગ્ર શહેરને આવવાનો પાણી પુરવઠો તા.૧૪/૦૫/૨૦૨૫ના બપોરના -૧૨:૦૦ કલાકથી તા.૧૫/૦૫/૨૦૨૫ના સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.ત્યારબાદ સમગ્ર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા ૪૮ કલાક જેટલો સમય લાગશે. જેથી તા.૧૫/૦૫/૨૦૨૫ તથા તા.૧૬/૦૫/૨૦૨૫ના રોજ પાણી વિતરણ અનિયમિત રીતે થશે તેની જાહેર જનતાને નોંધ લેવા નાયબ કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.