મોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીમાં રોડની સ્ટ્રીટ લાઈટ ધોળા દિવસે પણ ચાલુ છે. છેલ્લા 10 દિવસથી આ લાઈટો દિવસમાં પણ ચાલુ રહે છે. અમુક લાઈટ બંધ હાલતમાં છે તે લાઈટ રીપેરીંગ કરવા કોઈ આવતું નથી. આ મામલે સામાજિક કાર્યકર જીતુભાઈએ મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું હોવાનું તેઓએ જણાવ્યું છે.