મોરબી : આવતીકાલે તારીખ 14 મે ને બુધવારના રોજ મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ વેચાણ વ્યવસ્થા મોરબીના બાપા સીતારામ ચોક ખાતે પોસ્ટ ઓફિસ સામે રોટરી સોસાયટી, જનકલ્યાણ રીલીફ, રામકૃષ્ણ, સદગુરુ પાન સેન્ટર ખાતે ગોઠવવામાં આવશે.જેમાં ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, એલોવેરા, લીમડાના અરીઠા શિકાકાઈ સાબુ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, દેશી ખાંડ, ગોળ, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, કપ, રકાબી, બરણી, ગ્લાસ, હેન્ડીગ્રાફ, માટીના ગોળા, માટલા, જાનકી ઓઈલ મીલ હરીપરનું કાળા સફેદ તલનું તેલ, મગફળીનું તેલ એક વર્ષની ગેરેન્ટી, તલાલા ગીરની ઓર્ગેનિક કાર્બન વગર પકવેલી કેરી, મુલતાની માટી, મુલાયમ ઠંન્ડી સહિતની વસ્તુઓ રાહત ભાવે મળી રહેશે. આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડૂત હાટ ભરે છે. વધુ માહિતી માટે રામભાઈ આહીર મો.નં. 9825109184 અથવા લાલુભા એમ. ઝાલા મો.નં. 9879253410 પર સંપર્ક કરવા જણાવાયું છે.