વાંકાનેર : વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ વ્રજ રેસીડેન્સીમાં પાંચમા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. તે સમયે બિલ્ડિંગના તમામ ફ્લેટ ધારકો બહાર નીકળી ગયા હતા. બાદમાં સ્થાનિકોએ જ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો.જો કે સ્થાનિકોએ જાતે પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખતા મોટો બનાવ બનતા સહેજમાં અટક્યો હતો.