મોરબી : આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીનો આજે 13 મેના રોજ જન્મદિવસ હોય ઠેર ઠેર તેમના અનુયાયીઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના જન્મદિવસની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શ્રી શ્રી રવિશંકરજીના જન્મદિવસ પૂર્વે 11 મેના રોજ આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા મોરબીમાં સત્સંગ યોજાયો હતો. જેમાં દેશના સૈનિકો અને યોદ્ધાઓની સલામતી અને સફળતા માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. આજે 13 મેના રોજ મોરબી શહેરમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 500થી વધુ કુંડાનું વિતરણ થઈ ચુક્યું છે. આમ શ્રી શ્રી રવિશંકરજીના જન્મદિવસની દિવ્ય ઉજવણી મોરબી ખાતે કરવામાં આવી રહી છે.