142 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ, ભાવ 550 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 13 મે ને સોમવારના રોજ ઘઉં, મગફળી, જીરું, તુવેર, સુવાદાણા, વરીયાળી, સફેદ ચણા, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. જો કે આજે ઘઉં અને જીરું સહિતના પાકની આવકમાં ઘટાડો થયો છે. આજે 142 ક્વિન્ટલ એટલે કે 710 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 550 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 75 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4350 રૂપિયા સુધી બોલાયા છે. મગફળીના 1004, તુવેરના 1287, સુવાદાણાના 1438, વરીયાળીના 1125, સફેદ ચણાના 1287, ચણાના 1066, એરંડાના 1176, રાયના 1175 અને રાયડાના 1017 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1100 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 320 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2200 રૂપિયા, દુધીના 320 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.