www.gseb.org અથવા ssc.gseb.org પર તા. 13 મે બપોરે 2થી તા. 20 મે સાંજના 5 કલાક સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશેગુજરાત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 એસ.એસ.સી. અને સંસ્કૃત પ્રથમા ફેબ્રુઆરી-માર્ચ 2025ની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ ઉમેદવારોને ગુણ ચકાસણી માટે અરજી કરવા અંગે તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં ધો. 10 એસ.એસ.સી. અને સંસ્કૃત પ્રથમાનું ફેબ્રુઆરી-માર્ચ 2025ની પરીક્ષાનું પરિણામ તા. 8-5-2025ના રોજ જાહેર થયું હતું. ત્યારે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા ssc.gseb.org પર તા. 13-5-2025ના રોજ બપોરે 2 કલાકથી તા. 20-5-2025ના રોજ સાંજના 5 કલાક સુધી રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન SBI ePay System મારફતે (Credit Card, Debit Card, Net banking) દ્વારા અથવા SBI ePayના SBI Branch Payment માં ભરી શકશે. જેની આચાર્ય, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા યાદીમાં જણાવ્યું છે.