મોરબી : માળીયા મિયાણા ગામે જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અલાયાભાઈ કરીમભાઈ ભટ્ટી ઉ.22 નામના યુવાને ગત તા.9ના રોજ બાકી પૈસા મુદ્દે આરોપી સમીર હુસેનભાઈ જેડા પાસે ઉઘરાણી કરતા આરોપી સમીરે પેન્ટના નેફામાંથી છરી કાઢી અલાયાભાઈને ડોકના ભાગે તેમજ જમણા હાથના બાવડાના ભાગે છરી વડે ઇજાઓ પહોચાડતાં બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.