ટંકારા : પહલગામ આતંકી હુમલા બાદ જે રીતે ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ આતંકવાદ અને પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સેનાની આ કાર્યવાહી અને સેનાના જવાનોના શૌર્યને બિરદાવવી અભિનંદન પાઠવવા માટે ટંકારાના પ્રભુનગર મિતાણા ગામે કાર્યક્રમ યોજાયો હતો.તારીખ 12 મેના રોજ સાંજે 8:30 કલાકે પ્રભુનગર મિતાણા મુકામે ઓપરેશન સિંદૂર સાકાર કર્યું તે બદલ ત્રણેય સેનાના પાંખને અભિનંદન આપવા બાબતનો કાર્યક્રમ પ્રભુનગર મુકામે યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદભાઈ દુબરીયા, આરડીસીના ડિરેક્ટર સંજયભાઈ ભાગીયા, અગ્રણી આગેવાન મયુરભાઈ દેવડા, સહકારી આગેવાન કાનભાઈ ભાગીયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી રાષ્ટ્રગાન અને ભારત માતાની જયનો ગગનભેદી જયનાદ કર્યો હતો. ઓપરેશન સિંદૂર અંતર્ગત સંજયભાઈ ભાગીયા તથા પ્રભુનગર રામજી મંદિરના પૂજારી તુલસીદાસજીએ વિશેષ માહિતી નગરજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી.