મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 15 મે ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે શ્રમદાન ફોર મોરબી અન્વયે નેહરૂ ગેઈટ થી ગ્રીનચોક ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો પણ સહકાર જરૂરી છે. સુવર્ણકાર એસોસિએશન મોરબી તેમજ દરબારગઢ થી નગરદરવાજા વિસ્તારમાં દુકાન ધરાવતાં સર્વે વેપારીઓ દ્વારા તથા અધિકારીઓની પણ આ સફાઈ ઝુંબેશમાં જોડાશે.આ વિસ્તારના રહેવાસીઓ, શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 15 મેએ સવારે 10 વાગ્યે ગ્રીન ચોકમાં સૌને એકઠાં થવા જણાવાયું છે.