શનાળામાં કરિયાણાની દુકાનમાં વેચાતો હતો દારૂ : ચાર આરોપીઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર દર્શાવાયામોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસે ત્રણ દરોડા તેમજ બી ડિવિઝન પોલીસે એક મળી કુલ અલગ અલગ ચાર જગ્યાએ વિદેશી દારૂના દરોડા પાડી 72 મોટી બોટલ તેમજ 3 ચપલા મળી કુલ 75 બોટલ દારૂ ઝડપી લીધો હતો. શક્ત શનાળામાં તો પોલીસે કરિયાણાની દુકાનમાં વાઇનશોપની જેમ વેચાતો અલગ અલગ બ્રાન્ડનો દારૂ કબ્જે કર્યો હતો.ચારેય દરોડામાં કુલ 4 આરોપી પકડાયા હતા અને ત્રણના નામ ખુલ્યા હતા.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શક્ત શનાળા ગામે ઉમિયા સોસાયટીમાં કનૈયા પાન અને કરિયાણા સ્ટોરમાં દરોડો પાડતા દુકાનમાંથી આરોપી કિશોરભાઈ ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પનારા રહે.પાટીદાર હિલ્સ, ઉમિયા સોસાયટી, શનાળા, મૂળ રહે.કોયલી વાળાના કબ્જામાંથી મેકડોવેલ્સ નંબર વન, રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ બ્રાન્ડની 65 બોટલ કિંમત રૂપિયા 48,814 મળી આવતા કરિયાણાની દુકાનમાં વાઇનશોપ ચાલુ કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી કિશોર પનારાએ દારૂનો આ જથ્થો જુનેદ ઉર્ફે લાલો મહેબૂબ માયક રહે. પંચાસર રોડ, ભારતપરા, મોરબીવાળા પાસેથી લીધો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વજેપરમાં દરોડો પાડી આરોપી મનોજ ઉર્ફે દેવો જગદીશ પરમાર ઉ.25, રહે.વજેપર શેરી નંબર 19 વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 4176 કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો પરસોતમ ચોકમાં રહેતા બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા પાસેથી લીધો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દરોડો પાડી આરોપી જીતેન્દ્રભાઈ વાલજીભાઈ દેવાતકાને વિદેશી દારૂના 3 ચપલા કિંમત રૂપિયા 2250 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક નજીક ઇન્દિરાનગર જવાના રસ્તેથી આરોપી મુસ્તાક ઉર્ફે મુસો ઓસમાણભાઈ મુલ્લા રહે.કુલીનગર, વીસીપરા, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂની આ બોટલ આરોપી ઇમરાન મોવર રહે.વીસીપરા વાળા પાસેથી ખરીદી હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.