મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત 5 લોકોને પકડી લઈ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઇ ભીમાભાઇ સરાણીયાઈ ઉ.વ.૬૦ રહે. ત્રાજપર પંચની માતાવાળી શેરી મોરબી-ર, સોમાભાઇ અરજણભાઈ મકવાણા ઉવ.૫૬ રહે. ત્રાજપર ચોરસવાળી શેરીમાં મોરબી-ર, લાભુભાઇ કાનજીભાઈ પાટડીયા ઉ.વ પર રહે ત્રાજપર ખારી મોરબી-ર, બેચરભાઇ કાળુભાઇ બારૈયા ઉ.વ.૬૦ રહે. કુબેર ધાર ત્રાજપર ખઆરી મોરબી-ર, શારદાબેન સોમાભાઇ મકવાણા ઉ.વ.૫૪ રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-રને રોકડા રૂ.૧૦,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એન.એ.વસાવા, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા, પો.હેડ કોન્સ જગદિશભાઇ ડાંગર, વિજયભાઇ બાર, રાજેશભાઈ ડાંગર,સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડિયા, પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા, વિપુલભાઇ બાલસરા, ભાવેશભાઇ કોટા, રાજપાલસિંહ જાડેજા, દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.