અનેક રજૂઆતો છતાં પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી : સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો મોરબી : મોરબીમાં પંચાસર રોડનું કામ છેલ્લા બે વર્ષથી ચાલુ છે. છતાં પણ પૂર્ણ થયું નથી. છતાં રોડ તૂટવાનું શરૂ થયું હોવાનું જણાવી સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીનો સૌથી સારી ગુણવતા વારો રોડ જેને કહેવામાં આવી રહ્યો છે તે પંચાસર રોડનું કામ ચાલુ થયાના અંદાજિત 2 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે. ત્યારે રોડ પૂર્ણ થવાનું કાઈ નામો નિશાન નથી. આ રોડ તૂટવાનું ચાલુ થઈ ગયું છે. એટલે થીગડા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને હાલ મોરબીમાં થોડુંક માવઠું પડ્યું ત્યાતો રોડ પર પાણી ભરાય ગયા હતા. મોરબી પંચાસર રોડ ના લોકો હવે ત્રાહિમામ પુકારી ગયા છે કે આના કરતા આ રોડનું કામ ચાલુ ના કર્યું હોત તો સારું હતું આવું ત્યાના સ્થાનિક સોસાયટીના લોકોનું કહેવું છે. હવે ફરિયાદ કરી કરીને થાકી ગયા હવે બસ હદ આવી ગઈ છે. તેવો સ્થાનિકો બળાપો કાઢી રહ્યા છે.