મોરબી : મોરબીના નહેરૂગેટ ચોકમાં એક મસમોટો ખાડો અકસ્માત સર્જે તેવી શકયતા હતી. પરિણામે ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર, કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરા બ્રિગેડના જવાન ફારૂકભાઈ સહિતનાએ સિમેન્ટ સહિતની વસ્તુઓ મંગાવીને જાતે આ ખાડો બુરી દીધો હતો. તેઓની આ કામગીરીની લોકોએ સરાહના કરી છે.