ધાર્મિક પ્રસંગના ગાળો બોલવાની ના પાડતા છરી - ધારીયાના ઘા ઝીકયામોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે ધાર્મિક પ્રસંગમાં ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડનાર યુવક તેમજ તેના પિતરાઈ ભાઈ ઉપર પિતા પુત્ર સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી છરી તેમજ ધારીયા ઘા ઝીકી દેતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે સરવડ ગામે રહેતા દીપકભાઈ વિરજીભાઈ મૂછડીયા ઉ.27 નામના યુવાને આરોપી અરવિંદ રણછોડભાઈ પરમાર, તુલસી રણછોડભાઈ પરમાર અને રણછોડભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.10ના રોજ રાત્રીના સમયે તેમનો પિતરાઈ ભાઈ પંકજભાઈ હરજીભાઈ મૂછડીયા તેમના સંબંધીને ત્યાં નરસંગ ભગવાનના પાઠમાં ગયો હતો. જ્યાં જમવા સમયે આરોપીઓ ગાળો બોલતા હોય ગાળ નહિ બોલવાનું કહેતા ઝઘડો કર્યો હતો.બાદમાં પંકજભાઈએ ઝઘડા અંગેની વાત કરી ફરિયાદીને બોલાવતા દીપકભાઈ પંકજભાઈને મળવા જતા ત્રણેય આરોપી પિતા પુત્ર ધારીયા અને છરી લઈ ધસી આવી હુમલો કરી બન્ને પીતરાઈ ભાઈઓને ઇજા પહોંચાડતા માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.