મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા ક્રાંતિજ્યોત પાર્ક ખાતે આજે તારીખ 12 મે થી 14 મે સુધી ત્રિ દિવસીય ભવ્યાતિભવ્ય રાધાકૃષ્ણ દેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.સમસ્ત ક્રાંતિજ્યોત પાર્ક પરિવાર આયોજિત રાધા કૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે 12 મે થી પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે સવારે 7-30 કલાકે દેહશુદ્ધિ બાદ ગણપતિ પૂજન સહિત વિવિધ ધાર્મિક પ્રસંગો દિવસભર યોજાશે. આજે સાંજે 4-15 કલાકે જલયાત્રા નીકળશે. 12 મેએ રાત્રે 9 કલાકે રાસ ગરબાનું આયોજન કરાયું છે. 13 મેના રોજ સાંજે 4 કલાકે શોભાયાત્રા નીકળશે. જ્યારે 13 મેના રોજ રાત્રે 9 કલાકે કાનગોપી મંડળનું આયોજન કરાયું છે. 14 મે ને બુધવારના રોજ બપોરે 4-15 કલાકે શ્રીફળ હોમ (પૂર્ણાહૂતિ) થશે. બપોરે 12-30 કલાકે અભિજિત નક્ષત્રમાં મૂર્તિ પ્રતિષ્ઠા થશે. 12 અને 13 મેના રોજ સવારે 8 કલાકે સત્સંગ સભા યોજાશે જેમાં વક્તા તરીકે બાળવિદુષી રત્નેશ્વરી દેવી વક્તવ્ય આપશે. યજ્ઞના આચાર્ય પદે ખાખરેચીવાળા દુષ્યંત મહારાજ બિરાજશે.