મોરબી : સુન્ની મુસ્લિમ એકતા બિલાલી ગૃપ અને તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા આવતીકાલે તા. 13-5-2025 ને મંગળવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમ્યાન સર્વ જ્ઞાતિય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બિલાલી મસ્જિદ સામે, વી.સી.પરા, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. તો સૌને રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.