ટંકારા : વાલાસણ- પીપળીયા વચ્ચે આજે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે આ બે ગામ વચ્ચે એક વીજ પોલ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા રોડ બંધ થઈ ગયો છે. જેના કારણે મીતાણા - વાંકાનેર વચ્ચેની અવર જવર અટકી ગઈ છે. અહીંથી પસાર થતા ટંકારાના નાયબ મામલતદાર હર્ષદ પરમારે આ માહિતી આપી જણાવ્યું કે વીજ પોલ ભારે પવનના કારણે રોડ ઉપર જ પડી ગયો છે. જેને કારણે રોડ બ્લોક થઈ ગયો છે.