મોરબી : મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોના માલિકો/કબજેદારોને મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પાઠવીને આવી જર્જરિત મિલકતો ઉતારી લેવા આદેશ કરાયો છે.અતિભારે વરસાદના સમયે જર્જરિત મિલકત મકાન તૂટી પડવાથી જાન માલને નુકસાન ન થાય કે જાનહાનિ ન થાય તે માટે જર્જરિત મિલકત તાત્કાલિક ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા જાહેર નોટિસથી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. જો આવી જર્જરિત મિલકત તૂટી પડવા કે ધરાશાઈ થવાથી આપના કે અન્ય કિંમતી માલ-સામાન કે ઘર વખરીને કોઈ નુકસાન થશે કે કોઈ અકસ્માત કે જાનહાનિ થશે તો તેની અંગત જવાબદારી મિલકત માલિક/કબજેદારની રહેશે.