મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કબીર ટેકરી મેઈન રોડ ઉપર જાહેરમાં ચલણી નોટ ઉપર નોટનંબરીનો જુગાર રમી રહેલા આરોપી પ્રવીણભાઇ મોહનભાઇ ગોહિલ, કામરાનભાઇ સલીમભાઇ ચાનીયા, બિલાલભાઇ આદમભાઇ ચાનીયા અને અશરફભાઇ આમદભાઇ ઓડીયાને રોકડા રૂપિયા 10,400ની જુદા - જુદા દરની ચલણી નોટ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.