મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા આવતીકાલ તારીખ 13/05/25 થી student help desk નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે GCAS પોર્ટલ પર ફોર્મ ભરવું આવશ્યક છે. જેના માટે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મોરબી દ્વારા 'વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર' પર GCAS પોર્ટલ પર કોઈ પણ જાતના વધારાના ચાર્જ વગર ફ્રી ઓફ કોસ્ટ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે.આ હેલ્પ ડેસ્ક સંઘ કાર્યાલય, કેશવ કુંજ, ચિત્રકુટ સોસાયટી, GIDC પાસે, મોરબી-1 ખાતે તારીખ 13 મેથી શરૂ થશે અને દરરોજ સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે મો.નં. 78628 42028, 93713 20002, 95107 61400 પર સંપર્ક કરવા જણાવાયું છે.