મોરબી : શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થી રૂપાલા વાસુ રમેશભાઈએ બરોડા ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 માં ઓપન એજ મેન્સ કેટગરીમાં 0.22 રેપીડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કાસ્ય ચંદ્રક જીતીને પોતાના પરિવાર, પી.જી.પટેલ કોલેજ અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.ઉલ્લેખનીય છે કે, પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થી રૂપાલા વાસુ રમેશભાઈ થોડા સમય પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ ઓપન એર પિસ્તોલ 10 મીટર સ્પર્ધામાં પણ યુનિવર્સીટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીની આ અદકેરી સફળતા માટે પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રૂપાલા વાસુ અગ્રણી ઉદ્યોગપતિ, અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા, લાયન્સ કલબના પૂર્વ ગવર્નર તરીકે સેવારત રહી ચુકેલા પાટીદાર અગ્રણી રમેશભાઈ રૂપાલાના પુત્ર છે.