સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશેમોરબી : શ્રી ધક્કાવાળી મેલડી મા ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા આગામી તારીખ 20 મે ને મંગળવારના રોજ આઠમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે. મોરબીના ધુતારી, નવલખી રોડ પર રોકડીયા હનુમાનજીના મંદિરની બાજુમાં આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે આ સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. 20 મેના રોજ બપોરે 3 કલાકે ગણેશ સ્થાપના, 4 કલાકે જાન આગમન, સાંજે 7-45 કલાકે હસ્ત મેળાપ, 7 કલાકે ભોજન સમારંભ અને રાત્રે 9 કલાકે જાન વિદાય થશે. સમૂહ લગ્નની વિધિના આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી. પંડ્યા રહેશે. સમૂહ લગ્નમાં ગીતના સૂર સંગીતથી અંજલી ઈવેન્ટ- રમેશભાઈ ભાદ્રા દ્વારા ગીતો ગુંજશે. આ પ્રસંગે બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, ટંકારા ભાજપ પ્રમુખ રૂપસિંહ ચંદુભા ઝાલા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નમાં દાતાઓ અને શ્રી ધક્કાવાળી મેલડી મા ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી તરફથી દીકરીઓને સોના-ચાંદીના દાગીના સહિત કુલ 97 જેટલી જીવન જરૂરી વસ્તુ કરિયાવર રૂપે ભેટમાં આપવામાં આવશે.