મોરબી : જૈન જાગૃતિ સેન્ટર મોરબી કમિટી ગ્રુપ આયોજિત ત્રિ દિવસીય ધર્મ મહોત્સવ પ્રસંગે આગામી તારીખ 14 મે ને બુધવારના રોજ સવારે 7:30 કલાકે થી ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું છે.પૂ.ગુરુદેવ તીર્થભદ્ર મહારાજ તથા આદિઠાણા-15 સા. ભ. જયરેખાજી આદિઠાણા- 12ની પાવન નિશ્રામાં મોરબીના નેહરુ ગેઈટથી દરબારગઢ દેરાસર સુધી ભવ્ય સામૈયા થશે. જેના મુખ્ય લાભાર્થી સુશીલાબેન મહેન્દ્રભાઈ વનેચંદભાઈ દોશી (હસ્તે સેજલબેન જીતેનભાઈ દોશી પરિવાર) રહેશે. તો આ સામૈયા પ્રસંગે સમસ્ત જૈન પરિવારને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.