રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયોમોરબી : સોમવારે પણ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના છુટા છવાયા વિસ્તારમાં હળવા ભારે કમોસમી વરસાદી રેડા, ઝાપટા ચાલુ રહ્યા હતા. સાંજે 6થી 8 દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેરમા બે કલાકમાં 29મીમી વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ટંકારા તાલુકામાં પણ હળવો ભારે વરસાદ નોંધાયો હતો.અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે સોમવારે સવારે 6થી રાત્રીના 8 દરમિયાન સૌથી વધુ તાપીના કુકરમુંડામા 43 મીમી, અમરેલીના સાવરકુંડલામાં 36 મીમી, વાંકાનેરમાં સાંજે 6થી 8 દરમિયાન 29 મીમી, રાજકોટના જામકંડોરણામાં 21 મીમી સહિત રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.