મોરબી : મોરબી શહેરના પાડા પુલ પર કોઈ કચરાના વાહનમાંથી ઠેર ઠેર કચરો નીચે પડતા રાહદારીઓને પરેશાની ભોગવવી પડી રહી છે. પાડા પુલ પરથી પસાર થતાં કોઈ કચરાના વાહનમાંથી આ કચરો પડ્યો હોવાનું અનુમાન છે. અહીંથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે જેઓને પરેશાની ભોગવવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ કચરો તાત્કાલિક ઉપાડી લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.