મોરબી : મોટાભેલાના નિવાસી દુર્લભજીભાઈ અરજણભાઈ સરડવા (ઉ.વ.70) તેઓ લાલજીભાઈ અને વાલજીભાઈના ભાઈ તથા મનજીભાઈ, ધનજીભાઈ, સુરેશભાઈ, નરેશભાઈના કાકાનું તા. 10-5-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 12-5-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શ્રી રાંદલ માતાજી વાડી, ભાવપર રોડ, મોટાભેલા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.