હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કડીયાણા ગામેથી માથક તરફ જવાના રસ્તે નર્મદા કેનાલ કાંઠેથી શંકાસ્પદ રીતે બાઈક લઈને નીકળેલા આરોપી કુકાભાઈ ઉર્ફે કાનો હકાભાઈ રાતુજા ઉ.23 રહે.રણછોડગઢ વાળાની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1124 મળી આવતા 30 હજારના બાઈક સહિત કુલ રૂપિયા 31,124નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.