મોરબી : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના 70માં જન્મદિવસે મોરબી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા તારીખ 13-5-2025ના રોજ સવારના 6:30 થી 8:30 કલાક દરમ્યાન સરદાર બાગ પાસે શાક માર્કેટ પાસે સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ પાસે પક્ષીઓ માટે નિ:શુલ્ક માટીના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. તો મોરબીના પક્ષી પ્રેમીઓને આ સેવાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે ટીચર યોગેશભાઈ હિરાણીનો મો. નં. મો. 9909300135 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.