મોરબી : મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જાહેરમાં જુગાર રમાડી રહેલા આરોપી જીગ્નેશ ખોડાભાઈ મુલડીયા ઉ.30 રહે.ટીંબડી વાળાને રોકડા રૂપિયા 550 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.