મોરબી : ગત તા 2 એપ્રિલના રોજ મોરબી ખાતે ઇન્ડિયાના સૌથી મોટા ટીવી રિયાલિટી શો 'India's Gretest Telent Show'ની 7મી સિઝન માટે ઓડિશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં મોરબીની સોનીક એકેડેમીના બાળ ડાન્સર અદિતી દેસાઈ અને હિયા હીરાણી સિલેક્ટ થયા હતા. આ બન્ને ડાન્સર ગ્રાન્ડ ફિનાલેમાં ફાઈનાલિસ્ટ બન્યા છે. જેઓને આગામી જુલાઈમાં રાજસ્થાનના જયપુર જઈ પોતાની પ્રતિભા રજુ કરવાનો મોકો મળ્યો છે અને તેઓ રૂપલબેન દેસાઈ પાસે ડાન્સ શીખીને રાષ્ટ્રીય કક્ષાએ જઈ રહ્યા છે. આ શો SONY TV, MTV, B4U ચેનલ પર રજૂ થશે.