મોટી સંખ્યામાં લોકોએ ફિલ્મ નિહાળીમોરબી : તાજેતરમાં થિયેટરમાં રિલિઝ થયેલું સામાજિક સુધારણાની છાપ છોડતું મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખના જીવન સંઘર્ષ પરની ફિલ્મ ‘ફુલે’નો સ્પેશિયલ શો સ્વયંમ સૈનિક દળ મોરબી જિલ્લા દ્વારા મોરબીમાં યોજાયો હતો.9 મેના રોજ રાત્રે સ્વયંમ સૈનિક દળ મોરબી જિલ્લા દ્વારા મોરબીના નેક્સસ સિનેમા ખાતે ફુલે મુવીના ખાસ શોનું આયોજન કરાયું છે. સ્વયંમ સૈનિક દળ દ્વારા આખું સિનેમા ઘર બુક કરાવી સમાજના 250 જેટલા લોકોને આ ફુલે મુવી બતાવવામાં આવ્યું હતું. સ્વયંમ સૈનિક દળના આગ્રહ અને વિનંતી પર નેક્સસ સિનેમાના સંચાલકોએ આગામી એક અઠવાડિયા સુધી આ ફિલ્મના શો ચલાવવામા આવશે તેમ સ્વયંમ સૈનિક દળના સભ્યે જણાવ્યું હતું તેમજ વિવિધ સમાજના લોકોને આ ફિલ્મ જોવા અનુરોધ કર્યો હતો.